અમરેલીના દિવ્યેશ વારા તા. ૧૭ થી ૨૩ જુલાઇ ૨૦૨૪ દરમ્યાન યોજાયેલ આંતરરાષ્ટ્રીય આર્ટ ફેસ્ટિવલ નોટો – ઇટાલી ખાતે હાજર રહીને ૧૦૦ જેટલા દેશ વિદેશના આર્ટિસ્ટ સાથે ફેસ્ટિવલમાં ભાગ લઇને ભારતીય રંગોળી અને કલાને પ્રમોટ કરવા માટે એક પ્રયાસ કર્યો હતો. ભારત, બેલ્જીયમ, સ્પેન, મેક્સિકો અને ઇટાલીના જુદા – જુદા ૧૦ ગ્રુપમાં આશરે ૧૦૦ જેટલા કલાકારો દ્વારા “કલા,
સંસ્કૃતિ, ઇતિહાસ અને ધરોહર – હેરીટેજ” વિષય પર અલગ – અલગ આર્ટવર્ક પ્રેઝન્ટ કરવામાં આવ્યા હતા. જેમાં ભારતમાંથી દિવ્યેશ વારાએ આંતરરાષ્ટ્રીય આર્ટ ફેસ્ટિવલમાં ભારતીય કલા રંગોળીમાં “” Love and Beauty Can Win the Wrold”” થીમ પર તાજમહલ અને ભારતીય નારીનું ચિત્ર દર્શાવતી ૪-૪ મીટરની વિશાળ રંગોળી બનાવી ભારતીય કલાનું પ્રેઝન્ટેન્શન કર્યું હતું. રંગોળીના માધ્યમથી ભારતના આગ્રા શહેરમાં આવેલ તાજમહલ કે જે પ્રેમના પ્રતિક તરીકે ઓળખાય છે તેમજ તેની કોતરણી જે શિલ્પકલાનું એક ઉત્તમ ઉદાહરણ વિશ્વમાં પુરુ પાડે છે સાથે ભારતીય પરંપરામાં સ્ત્રીનું મહત્વ તેમજ સ્ત્રીનો પારંપરિક પહેરવેશ જેમાં સાડી અને બીંદી તેમજ નથડી અને ભારતીય જ્વેલરી દ્વારા ભારતીય નારીનો ફેસ તેમજ મયુરપંખ દર્શાવીને ભારતીય ચિહ્નો રંગોળીના માધ્યમની રજૂ કર્યા હતા.
૧૦૦ કલાકારોમાં માત્ર એક જ વેજીટેરિયન
૧૦૦ કલાકારોમાં માત્ર એક દિવ્યેશ વારા વેજીટેરીયન હોઇ રંગોળી સાથે ગુજરાતી તેમજ ભારતીય વેજીટેરીયનીઝ્મનો વિચાર પ્રસ્તુત થયેલ જેમાં ઇટાલીની કલ્ચરલ આર્ટ કમિટીના વાઇઝ – પ્રેસિડેન્ટ દ્વારા તેમના ઘરે ભોજનનું નિમંત્રણ આપવામાં આવ્યું હતું. જેમાં સંપૂર્ણ શાકાહારી ભોજનનો સમાવેશ કરવામાં આવ્યો હતો.