અમરેલી જિલ્લા વિદ્યાસભા-સંચાલિત માતુશ્રી મોંઘીબા મહિલા આટ્ર્સ કાલેજમાં ‘એન.એસ.એસ. દિવસ’ નિમિત્તે તારીખ ૧૮/૦૯/૨૦૨૪ને શુક્રવારનાં રોજ ‘વક્તૃત્વ, રંગોળી અને ચિત્ર- સ્પર્ધા’ એમ ત્રિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ ક્રમે પઠાણ સુનેરા એ., બીજા ક્રમે જોષી હેમાદ્રી ટી. ત્રીજા ક્રમે પરમાર હિમાંશી અને વાઘેલા ઉર્મિલાએ સ્થાન પ્રાપ્ત કર્યું હતુ. વક્તૃત્વ સ્પર્ધાના વિષય હતા- ‘નશામુક્તિ’, ‘એન.ઈ.પી. ઉપકારક કે અભિશાપ’, ‘એ.આઈ. ઉપકારક કે અભિશાપ’, ‘૨૦૪૭ના ભારત માટે યુવાનોનું કર્તવ્ય’. આ સ્પર્ધાના નિર્ણાયક તરીકે ઇન્ચાર્જ પ્રિન્સિ. ડા. બી. આર. ચુડાસમાએ અને સંસ્કૃત વિભાગના અધ્યક્ષા ડા.વિલાસબેન સોરઠિયાએ સેવા આપી હતી. ચિત્ર-સ્પર્ધામા પ્રથમ ક્રમે દાફડા ચંદ્રિકા આર., બીજા ક્રમે દાફડા અલ્પા એન. અને ડેર ક્રિષ્ના એ. સ્થાન પ્રાપ્ત કર્યુ હતુ.