હરિયાણાના સોનીપત ખાતે યોજાઈ રહેલા ૫૧મા રાષ્ટ્રીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ગુજરાત રાજ્યમાંથી પસંદગી પામેલી સાત
કૃતિઓમાંથી અમરેલી જિલ્લાની ચાર કૃતિઓએ સ્થાન મેળવ્યું છે. આ સિદ્ધિ સાથે અમરેલીની વિદ્યાર્થિનીઓ રાષ્ટ્રીય સ્તરે રાજ્યનું પ્રતિનિધિત્વ કરી રહી છે. અમરેલી શહેરની શ્રીમતી જીજીબેન ફોરવર્ડ ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થિનીઓ નિત્યા નીલેશકુમાર ચાપાનેરી અને ધ્વની દુહેરાએ શિક્ષક નિલેશભાઈ ઝાલાના માર્ગદર્શન હેઠળ ગણનાત્મક ચિંતન આધારિત ‘ઝ્ર્ ડ્ઢૈખ્તૈંટ્ઠઙ્મ ર્જંિઅ’ નામની કૃતિ તૈયાર કરી હતી. આ કૃતિની રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી થતાં બંને વિદ્યાર્થિનીઓ અને તેમના શિક્ષક સોનીપત ખાતે યોજાયેલા પ્રદર્શનમાં ભાગ લઈ રહ્યા છે, જ્યાં તેમની કૃતિને મુલાકાતીઓનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ૨૬ ડિસેમ્બરથી શરૂ થયેલા આ રાષ્ટ્રીય પ્રદર્શનમાં ગુજરાત રાજ્યમાંથી કુલ સાત કૃતિઓની પસંદગી થઈ છે, જેમાંથી ત્રણ
કૃતિઓ અમરેલી જિલ્લાની છે. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય નિલેશકુમાર ચાપાનેરીએ આ સિદ્ધિ બદલ ભાગ લેનાર તમામ
કૃતિઓના સર્જકોને શુભેચ્છાઓ પાઠવી હતી.