અમરેલી જિલ્લામાંથી પોલીસે ૨૫ પ્યાસીને ઝડપી લોકઅપની હવા ખવરાવતાં ઠંડીમાં પણ પરસેવો વળી ગયો હતો. ૧૧ શખ્સો કેફી પીણું પીધેલી હાલતમાં વાહન ચલાવતાં મળી આવ્યા હતા. કોવાયા ગામે બાલકૃષ્ણ હોટલ પાસેથી એક મહિલાના રહેણાંક મકાનેથી દેશી દારૂ બનાવવાનો ૪૫ લીટર આથો ઝડપાયો હતો. ચાર મહિલા સહિત ૧૫ લોકો પાસેથી ૫૦ લીટર પીવાનો દેશી દારૂ મળ્યો હતો.