ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ આર.સી.ફળદુ તેમજ કૌશિકભાઈ વેકરીયાની અધ્યક્ષતામાં
કારગીલ વિજય દિવસની ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે કારગીલ વિજય દિવસની ૨૫મી વર્ષગાંઠ છે. અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા કારગીલ વિજય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભાની શરૂઆત કારગીલ વિજય દિવસની પૂર્વ સંધ્યાએ યોજાયેલ ભવ્ય મશાલયાત્રામાં પ્રજ્વલિત કરેલ “વિજય જ્યોત”ના પૂજન દ્વારા કરવામાં આવેલ. આજના કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ આર.સી.ફળદુએ યુદ્ધ દરમ્યાન શહીદ થયેલ સૈનિકોને શ્રધ્ધાંજલિ આપી હતી. આ કાર્યક્રમમાં બાળ કલાકાર પર્વ મકવાણાએ કાલી-ઘેલી ભાષામાં દેશભક્તિની વાતો કરી હતી. તે ઉપરાંત અમરેલી જિલ્લામાં રહેતા પૂર્વ સૈનિકોનું શાલ અને હાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.આ તકે ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, ધારાસભ્ય જે.વી.કાકડિયા, ધારાસભ્ય જનકભાઈ તળાવીયા, જિલ્લા ભાજપ મહામંત્રી ભુપેન્દ્રભાઈ બસિયા, પીઠાભાઈ નકુમ, મેહુલભાઈ ધોરાજીયા, પૂર્વ સાંસદ નારણભાઈ કાછડીયા, ડો.ભરતભાઈ કાનાબાર, પ્રદેશ કિસાન મોરચાના મહામંત્રી હિરેનભાઇ હીરપરા, મનીષભાઈ સંઘાણી, ભાવનાબેન ગોંડલીયા, મયુરભાઈ માંજરીયા, અશ્વિનભાઈ સાવલિયા તેમજ બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ તેમજ યુવાનો હાજર રહ્યા હતા.