અમરેલી જિલ્લામાં મોબાઇલ ચોરીના બનાવો વધી રહ્યા છે. અમરેલી શહેરમાં શાકમાર્કેટમાં ખરીદી કરવા આવેલા યુવકનો મોબાઇલ ચોરાયો હતો. ઇમરાનભાઈ મહેરખાન મહેરવાણી (ઉ.વ.૪૦)એ જાહેર કર્યા મુજબ, તેઓ અમરેલી શાકમાર્કેટની અંદર શાકભાજી ખરીદવા ગયા હતા. તેમના શર્ટના ઉપરના ખિસ્સામાંથી ૨૬ હજારની કિંમતના ફોનની કોઈ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી ફરાર થઈ ગયો હતો. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના એએસઆઈ એન. વી. લંગાળિયા વધુ તપાસ કરી રહ્યા છે.