જમ્મુના હૃદયના ધબકારા તરીકે ઓળખાતા જમ્મુના પ્રીતનગરના રહેવાસી આરજે સિમરનનો શાસ્ત્રીનગરના સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો. ગુરુગ્રામમાં બુધવારે તેનું શંકાસ્પદ સંજાગોમાં મોત થયું હતું. મૃત્યુની માહિતી મળતા જ પરિવાર ગુરુગ્રામ જવા રવાના થયો હતો. ગુરુવારે પોલીસ તપાસ બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો. મોડી રાત્રે પરિવારજનો મૃતદેહ લઈને જમ્મુ પહોંચ્યા હતા.
આ સમય દરમિયાન, સ્મશાનમાં હાજર સિમરનના પરિવારના સભ્યો, સંબંધીઓ, મિત્રો અને પરિચિતોની આંખો ભીની હતી. સંસ્કારમાં આવેલા સિમરનના મિત્રોનું કહેવું છે કે તેઓ સિમરનને મિસ કરી રહ્યાં છે. માહિતી મળ્યા પછી પણ, અમે હજી પણ વિશ્વાસ નથી કરી શકતા કે અમારી મિત્ર સિમરન હવે નથી. ઇન્સ્ટાગ્રામ પરની તેણીની રીલ્સ દુઃખી વ્યક્તિને પણ હસાવી શકે છે. અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં લોકો સ્મશાન ખાતે પહોંચ્યા હતા.