ખાંભાના આંબલીયાળા ગામેથી હીરા ઘસવાનું કામ કરતો ભરતભાઈ ગોહીલ (ઉ.વ.૩૦) નામનો યુવક દારૂની બોટલ સાથે ઝડપાયો હતો. પોલીસે બાઇક, દારૂની બોટલ મળી કુલ ૧૫,૩૩૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સાવરકુંડલા અને જાફરાબાદમાંથી ૨-૨, ધામેલ, અમરેલી અને જામબરવાળામાંથી ૧-૧ મળી કુલ ૭ ઇસમો પાસ પરમીટ વગર કેફી પીણું પીને ફરતાં મળી આવ્યા હતા.