(એ.આર.એલ).મુંબઇ,તા.૧૩
ઇશાન ખટ્ટર મોડેલ અને એક્ટ્રેસ ચાંદની બેન્ઝને ડેટ કરી રહ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. તેઓ ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં જ એક સાથે જાવા મળ્યાં હતાં. તાજેતરમાં જ તેણે સ્વીકાર્યું હતું કે તે રિલેશનશિપમાં છે, પરંતુ પોતાના પાર્ટનરનું નામ તેણે જાહેર ન કરવાનું જ પસંદ કર્યું હતું. સાથે તેણે તે પોતાના સંબંધો જાહેર કરવાનું કેમ પસંદ નથી કરતો એ પણ કહ્યું હતું.
પોતાના સંબંધોના અનુભવો અને એક્સ ગર્લફ્રેન્ડ અને કાલી પીલીની કોસ્ટાર અનન્યા પાંડે વિશે ઇશાને કહ્યું હતું,’મને મારું અંગત જીવન સુરક્ષિત રાખવું ગમે છે અને હું એવું કરતો રહીશ. તેથી હું કોઈના નામ જાહેર કરવામાં માનતો નથી. હું કેટલીક એક્ટ્રેસ સાથે રિલેશનશિપમાં રહ્યો છું, તેમાંથી કેટલાંક મારાથી વધુ જાણીતા અને વધુ સારું કામ કરતાં પણ હતાં. તેથી હું સમજું છું કે હું જેની સાથે છું તે મહિલાઓને મારા કશું કહેવાથી કેવી અને કેટલી અસર થઈ શકે છે.’
ઇશાને આગળ કહ્યું,’તમે ક્યાં કોની સાથે દેખાઓ એ તમારા હાથમાં નથી, ક્યાં તમારા ફોટો Âક્લક થઈ જાય, તે ક્યારે ક્યાં કઈ રીતે પÂબ્લશ થઈ જાય, લોકો એના વિશે શું કહેશે એ તમે નથી જાણતા તેથી હું થોડો પ્રોટેક્ટવ છું.’
ઇશાને વ્યક્તગત રીતે પોતાની પ્રગતિ અંગે કહ્યું,’હું માનું છું કે મારામાં કેટલીક ખામીઓ હોવા છતાં, હું સારો પાર્ટનર છું. મારી સૌથી મોટી ખામી એ છે કે હું અતિશય લાગણીશીલ વ્યક્ત છું, પરંતુ મારા અગાઉના સંબંધોને આધારે મેં મારી જાતમાં ઘણા પરિવર્તન કર્યાં છે.’
ઇશાન હાલ તેની હોલિવૂડ ડેબ્યુ વેબ સિરીઝ ‘ધ પર્ફેક્ટ કપલ’માં નિકોલ કિડમેન સાથે કામ કરી રહ્યો છે. જે સુઝેન બાયર દ્વારા ડિરેક્ટ કરવામાં આવશે. આ સિરીઝ અમેરિકન લેખક એલિન હિલ્ડરબ્રાન્ડની નવલકથા પર આધારિત છે.