પતંગ રસીયાઓ ઉત્તરાયણને લઈ ખુશીનાં સમાચાર મળી રહ્યા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ઉત્તરાયણનાં દિવસે પવનને લઈ મોટી આગાહી કરી છે. ઉત્તરાયણનાં દિવસે પવન સારો રહેવાની શક્યતા છે. તેમજ આગામી તા. ૧૫ જાન્યુઆરીએ પણ પવનની ગતિ સારી રહેશે. દિવસ દરમ્યાન ક્યારેક પવન ઘટવાની શક્યતાઓ છે.વાસી ઉત્તરાયણના દિવસે પવન રહેશે. ઉત્તરાયણ દરમિયાન ઠંડા પવનો વહેશે. તેમજ ૧૩ જાન્યુઆરી પછી રાજ્યનાં વાતાવરણમાં પલ્ટો આવશે.
તેમણે કરેલી આગાહી પ્રમાણે ઉતર ગુજરાતના જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે, તો મહીસાગર, પંચમહાલ સહિતના મધ્ય ગુજરાતના ભાગોમાં પણ માવઠાની સંભાવના રહેશે. આગામી બે દિવસ આણંદ, નડિયાદ, વડોદરામાં વરસાદનું જાર વધશે. જયારે દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની સંભાવના રહેશે. બીજી તરફ સૌરાષ્ટ્ર-કચ્છમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. રાજ્યમાં ૨૮ ડિસેમ્બરે પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે, હજૂ રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ રહેશે. અરવલ્લી, ઈડર, વડાલી, મહેસાણાના કેટલાક ભાગો, આણંદ, નડિયાદ, ખેડામાં કમોસમી વરસાદ રહેશે.
૨૯ ડિસેમ્બરથી જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં કડકડતી ઠંડી પડશે, જયારે ૩ થી ૧૦ જાન્યુઆરી દરમિયાન ગુજરાતમાં કડકડતી ઠંડી અનુભવાશે. જયારે ઉત્તર ગુજરાતમાં ૧૦ થી ૮ ડિગ્રી તાપમાન નીચું જશે. સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં, મધ્ય ગુજરાતમાં ઠંડી વધશે. તો ગાંધીનગરનું ન્યૂનતમ તાપમાન ૮ ડિગ્રી થશે. જાન્યુઆરીમાંના બીજા પખવાડિયામાં કમોસમી વરસાદ થઈ શકે છે. ઉત્તરાયણ પર્વ દરમિયાન વાદળો આવી શકે છે. ઉત્તરાયણમાં સવારના સમયે સારો પવન રહેશે તો બપોરના સમયે પવન ઘટી શકે છે.