કુંકાવાવ તાલુકાના ખડખડ ગામમાં દુધાત પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં પિતૃ મોક્ષાર્થે આ કથા ચાલી રહી છે. કથા દરમિયાન વ્યાસપીઠ ઉપર આવતી રકમ અને લોકડાયરામાં ઉડાડવામાં આવતી ચલણી નોટો સહિત કથામાં આવતી તમામ રકમ અમરેલીના સારહી તપોવન વૃદ્ધાશ્રમમાં આપવામાં આવશે. આ વૃદ્ધાશ્રમમાં રહેતા નિરાધાર વૃદ્ધોને અહીં નિઃશુલ્ક રાખવામાં આવે છે ત્યારે આ કથા કરનાર દુધાત પરિવાર દ્વારા આ તમામ રકમ આશ્રમને અર્પણ કરવામાં આવશે. દુધાત પરિવાર દ્વારા આ પ્રકારની પહેલ સમાજને નવો રાહ બતાવશે. હાલ સવારે સપ્તાહ અને વિવિધ ધાર્મિક પ્રસંગો યોજાઈ રહ્યા છે. રાત્રીના સમયે લોકડાયરો યોજાય તેમાં આવતી રકમ, કથામાં વ્યસપીઠ ઉપર આવતી તમામ રકમ આશ્રમમાં અર્પણ કરવામાં આવશે.