કોડીનાર તાલુકાના ડોળાસા ગામે ઉના તરફના રોડ પર ગાંડા બાવળનો જબરો વિકાસ વાહન ચાલકોને મોટો અવરોધ ઊભો કરી રહ્યો છે. ડોળાસા ગામમાંથી પસાર થતા નેશનલ હાઇવે રોડ પર
( ઉના તરફ ) ગાંડા બાવળના ઝાડ ઝુંડ બની વાહન ચાલકોની મુશ્કેલી વધારી રહેલ છે.
આ સમસ્યા લગભગ કોડીનાર તાલુકાના બધા રોડ ઉપર જોવા મળી રહી છે. પણ ડોળાસા ગામના હાઇવે પર ત્રણ ફુટ સુધી બાવળની ડાળીઓ પહોંચી છે.
જેથી નાના વાહન ચાલકો અને પગપાળા જતા મુસાફરોને પસાર થવા માત્ર ત્રણ ફુટ સુધીના રોડ પરથી ચાલવું પડે છે. સામસામે બે વાહન આવી જાય તો પણ વાહન ચલાવવુ મુશ્કેલ થાય છે. આ રોડ ઉપર કોઈ ગંભીર અકસ્માત સર્જાય તે પહેલાં આ ગાંડા બાવળના ઝૂંડોને દૂર કરવા ડોળાસા ગામના લોકોની માંગ છે.