સોરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં કુસ્તી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં અમરેલીના શ્રીમતી શાંતાબેન હરીભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલની શ્રી લેઉવા પટેલ ટ્રસ્ટ સ્.જીષ્ઠ. મહિલા કોલેજમાં માઇક્રો બાયોલોજીનો અભ્યાસ કરી રહેલી વિદ્યાર્થિની ચૌહાણ કૃપા પરેશભાઇએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું. તેમની આ સિદ્ધિ બદલ સમગ્ર સંકુલ પરિવાર તરફથી અભિનંદન પાઠવવામાં આવેલ છે.