હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી કેટલાક દિવસ રાજ્યમાં સુકૂ વાતાવરણ રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં તાપમાનમાં વધારો થાય તેવી સંભાવના છે. હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ, આણંદ, અરવલ્લી, ગાંધીનગર, જામનગર, ખેડા, મહીસાગર, પંચમહાલ, વડોદરા સહિતના જિલ્લાઓમાં ૩૬ ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.
આ તરફ રાજકોટ, સાબરકાંઠા, રાજકોટ સહિતના જિલ્લાઓમાં પણ ૩૬ ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. તેમજ વલસાડ, સુરત, પોરબંદર, ગીરસોમનાથ સહિતના જિલ્લાઓમાં ૩૩ ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.આ ઉપરાંત ડાંગમાં ૩૨ ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ગાંધીનગર, ખેડા સહિતના જિલ્લાઓમાં ૨૩ ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. આ તરફ પોરબંદર, જામનગરમાં ૨૫ ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.