રાજ્યમાં ઠંડીમાં લોકો ઠુંઠવાયા છે. રાજ્યમાં હાલ કડકડતી ઠંડી પડી રહી છે. સિઝનની ઠંડીનાં રેકોર્ડ તૂટ્યા છે. રાજ્યમાં ૨ થી ૩ ડિગ્રી તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. ગુજરાતમાં સૌથી ઓછું નલિયામાં ૪.૨ ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં ૧૬.૫ ડિગ્રી જ્યારે ગાંધીનગરમાં ૧૬ ડિગ્રી તાપમાન નોંધાયું છે. ડીસામાં ૩.૮ ડિગ્રી, ભુજ ૯.૮ ડિગ્રી, રાજકોટ ૯.૯ ડિગ્રી તાપમાન રહ્યું છે. જ્યારે અન્ય શહેરમાં સતત ધૂમ્મસ ભર્યું વાતાવરણ યથાવત રહ્યું હતું. ધુમ્મસ ભર્યા વાતાવરણનાં કારણે વિઝીબિલિટી પર સર્જાઈ અસર કરી હતી.
તાપી જીલ્લામાં વહેલી સવારથી ધુમ્મસની ચાદર પથરાઈ છે. સમગ્ર જીલ્લામાં વહેલી સવારથી ગાઢ ધુમ્મસ છવાયું હતું. ધુમ્મસનાં કારણે હઈવે પર ઝીરો વિજીબીલીટી છવાઈ હતી. ધુમ્મસનાં કારણે હાઈવે પર ઝીરો વિજીબીલીટી સર્જાવા પામી હતી. ઝીરો વિજીબિલીટીને કારણે હાઈવે પર વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
નર્મદા જીલ્લામાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ છે. વાતાવરણમાં પલટો આવતા ઠંડીનો ચમકારો વધ્યો છે. રાજપીંપળા, તિલકવાડા, કેવડીયા સહિત વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાયું હતું. મુખ્ય માર્ગો પર જીરો વિઝિબિલિટીથી વાહન ચાલકોને અસર થવા પામી હતી. વાહનોની લાઈટો ચાલુ રાખી વાહન ચાલકો ધીરે ધીરે વાહન હંકારતા જાવા મળ્યા હતા.