ચલાલા કુમાર શાળા ખાતે ધારાસભ્યની રજૂઆતો ધ્યાને લઇ સરકાર દ્વારા શાળામાં નવા ઓરડાઓ મંજૂર કરેલ છે. જેનું આજરોજ શાળા ખાતે એસ.એમ.સી. કમિટી અને શાળા પરિવાર દ્વારા ખાતમુહૂર્ત કાર્યક્રમ ધારી-બગસરા-ખાંભા–ચલાલાના ધારાસભ્ય જે.વી. કાકડીયાના વરદહસ્તે યોજવામાં આવેલ. ક્રાર્યક્રમ દરમિયાન કુમાર શાળાના પૂર્વ આચાર્ય બિચ્છુભાઇ માલા તથા ભાજપ અગ્રણીઓ સર્વ પૂર્વ પ્રમુખ હિમંતભાઇ દોંગા, ભયલુભાઇ વાળા, અશોકભાઇ કાથરોટિયા, જીતેન્દ્રભાઇ કાથરોટિયા, પ્રવિણભાઇ માળવિયા, મનસુખભાઇ કાથરોટિયા, હર્ષદભાઇ રાવળ, અતુલભાઇ કાથરોટિયા અને શાળા પરિવાર તથા મહેન્દ્રભાઇ, હર્ષદભાઇ સોરઠિયા, બાબુભાઇ ડેરૈયા પૂજનવિધિમાં જોડાયા હતા.