વિધાનસભા નાયબ મુખ્ય દંડક અને અમરેલી-કુંકાવાવ-વડીયા વિસ્તારના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયાની ઉપસ્થિતિમાં અમરેલીના ચાંપાથળ અને વેણીવદર મુકામે વિકાસકાર્યોનાં ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. ચાંપાથળ મુકામે રૂ. ૯ લાખના ખર્ચે નવનિર્મિત વોલ અને રૂ. ૧૦ લાખના ખર્ચે નવા બનેલ કોમ્યુનિટી હોલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ૧પ મુ નાણાપંચ, રાજ્યસભા સાંસદની ગ્રાન્ટમાંથી રૂ. પ લાખના ખર્ચે નવા બસ સ્ટેશનનું ખાતમુહૂર્ત કરી કામગીરીનો શુભારંભ કરવામાં આવ્યો હતો. વેણીવદર-પીપળલગ વચ્ચે સિમેન્ટ રોડની કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં આવશે. આ વિકાસકામોનાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં જિલ્લા પંચાયત અને તા.પંચાયતનાં હોદ્દેદારો, સભ્યો, પદાધિકારીઓ અને ગ્રામજનો સહિતના ઉપસ્થિત રહ્યા હતા.