જાફરાબાદના કડીયાળી ગામ ખાતે નવનિર્મિત ગ્રામ પંચાયત ઘરનું લોકાર્પણ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા કરાયું હતું. લોકાર્પણ કાર્યક્રમમાં ગ્રામ પંચાયતના સરપંચ સવજીભાઈ મકવાણા, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન કરશનભાઈ ભીલ, તાલુકા પંચાયત પ્રમુખ બાલાભાઈ કોટડીયા, તાલુકા વિકાસ અધિકારી વિજય સોનગરા, તલાટી મંત્રી સૌરભભાઇ સોલંકી તેમજ તાલુકા ભાજપ પ્રમુખ દિનેશ દાદા, તાલુકાના યુવા ભાજપ પ્રમુખ કુલદીપભાઇ વરુ, જાદવભાઇ સોલંકી, ઉપસરપંચ કાળાભાઇ સહિત ગ્રામ પંચાયતના તમામ સભ્યો તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા.