જાફરાબાદ શહેરમાં અવાર નવાર ચોરીના બનાવ થતા હોય ત્યારે એક ચોકવારનારી ઘટના સામે આવી છે, ત્યારે જાફરાબાદ ટી ટાઇપ જેટી પાસે બોટમાંથી વાયરલેસ સેટની ચોરી થઈ હતી. બનાવ અંગે રૂત્વાકીભાઈ ભરતભાઈ બારૈયા (ઉ.વ.૨૪)એ મગદુમભાઈ મહેબુબભાઈ ભટ્ટીક તથા શબ્બીરભાઈ અલીભાઈ થૈયમ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમની મહાલક્ષ્મી બોટમાંથી આરોપીએ વાયરલેસ સેટની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર.એસ.રતન વધુ તપાસ કરી રહ્યા છે.