દામનગરમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનાં એ.ટી.એમ.ની સામે જાહેર મુતરડીની બાજુમાં વર્ષો જૂનું વૃક્ષ કેટલાય મહિનાઓથી મૂળમાંથી નમી ગયેલ છે. આ રસ્તા પર સતત ટ્રાફિક રહેતો હોવાથી ત્યાંથી પસાર થતાં રાહદારીઓ અને વાહન માટે તે જોખમી છે. જો સબંધિત તંત્ર દ્વારા આ વૃક્ષને નિયમો મુજબ ઉતારી લેવામાં નહિ આવે તો, મોટો અકસ્માત થવાની સંભાવના છે.