કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે વર્ષની શરૂઆતમાં કહ્યું હતું કે, ભારત ૨૦૨૭-૨૮ સુધીમાં ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા જઈ રહ્યું છે. આગામી સમયમાં ૫ ટ્રિલિયન ડાલર જીડીપીનું લક્ષ્ય હાંસલ કરતાં જ દેશ આ સિદ્ધિ હાંસલ કરશે. હવે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની તેજ ગતિને લીધે આર્થિક વિકાસની શક્યતાઓ ઝડપથી વધી રહી છે. એવો પણ અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે, આગામી છ વર્ષમાં ભારતની નજીવી જીડીપી લગભગ બમણી થઈ જશે.
દેશમાં સૌથી ધનિક ટોચના ૫ રાજ્યોમાં મહારાષ્ટÙ ટોચ પર છે. દેશના જીડીપીમાં મહારાષ્ટ્રનું ૧૩.૩૦ ટકા યોગદાન છે. આ પછી તામિલનાડુ છે જે ૮.૯૦ ટકા યોગદાન આપે છે. ત્રીજા અને ચોથા સ્થાને કર્ણાટક અને ગુજરાત છે, જે અનુક્રમે ૮.૨૦ ટકા અને ૮.૧૦ ટકા યોગદાન આપે છે. વસ્તીની દૃષ્ટિએ દેશનું સૌથી મોટું રાજ્ય ઉત્તર પ્રદેશ આ મામલે ૫માં સ્થાને છે. ઉત્તર પ્રદેશ દેશના જીડીપીમાં ૮.૪૦ ટકા હિસ્સો ધરાવે છે.
એક અહેવાલ મુજબ આ યાદીમાં નવી દિલ્હી ૧૩મા સ્થાને છે. અહીં નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે જીએસડીપી અંદાજ ૧૧.૦૭ લાખ કરોડ રૂપિયા છે. દિલ્હી દેશની અર્થવ્યવસ્થામાં ૩.૬ ટકા યોગદાન આપે છે.
દેશના જીડીપીમાં યોગદાન,૧ મહારાષ્ટ્ર ૪૨.૬૭ ૨.૮૯ ૧૩.૩૦%,૨ તમિલનાડુ ૩૧.૫૫ ૩.૫૦ (૨૦૨૩-૨૪) ૮.૯૦%,,૩ કર્ણાટક ૨૮.૦૯ ૩.૩૧ ૮.૨૦%, ૪ ગુજરાત ૨૭.૯ ૩.૧૩ ૮.૧૦%,૫,ઉત્તર પ્રદેશ ૨૪.૯૯ ૦.૯૬ ૮.૪૦%,૬ પશ્ચિમ બંગાળ ૧૮.૮ ૧.૫૭ ૫.૬,૭ રાજસ્થાન ૧૭.૮ ૧.૬૭ (૨૦૨૩-૨૪) ૫%,૮ તેલંગાણા ૧૬.૫ ૩.૮૩ (૨૦૨૩-૨૪) ૪.૯૦%,૯,આંધ્ર પ્રદેશ ૧૫.૮૯ ૨.૭ .૭૦%,૧૦ મધ્યપ્રદેશ ૧૫.૨૨ ૧.૫૬ (૨૦૨૩-૨૪),૪.૫૦%
એક રિપોર્ટમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે, નાણાકીય વર્ષ ૨૦૩૦-૩૧ સુધીમાં ભારતનો નજીવો જીડીપી લગભગ બમણો થઈ જશે અને ૭ ટ્રિલિયન ડોલરના આંકને પાર કરી જશે. ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાના ધ્યેયને હાંસલ કરવાની દોડમાં ઘણા રાજ્યો ઉભરી આવ્યા છે. આ રાજ્યોમાં માથાદીઠ આવક એટલે કે ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટીક પ્રોડક્ટ અને જીડીપીની દૃષ્ટિએ યોગદાનમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે