ધારીના લિયોનીયા રિસોર્ટના પાર્ટી પ્લોટમાં આઠમા નોરતે રાસ રમી રહેલા ૩૭ વર્ષીય જાગૃત હરીભાઇ ગુર્જર રાસ રમતા હાર્ટ એટેક આવતા ઢળી પડ્‌યા. હાર્ટ એટેક આવતા યુવકને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો જયાં ડોકટરોએ તેમને મૃત જાહેર કર્યો હતો. જાગૃત ૧૦ વર્ષથી રાસ ગરબાની પ્રેક્ટિસ કરાવતો અને ખાનગી શાળામાં ડાન્સર શિક્ષકની ફરજ બજાવતો હતો. ડાન્સર શિક્ષકના મોતથી ધારી પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.