ધોરાજી તાલુકાના ઉમરકોટ ગામે સરકારી ખરાબાની જમીનનાં દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોષીના માર્ગદર્શન હેઠળ ધોરાજી નાયબ કલેકટર નાગાજણ તરખાલા, ધોરાજી મામલતદાર ગોંડલીયા સહિતના અધિકારીઓની ટીમે ધોરાજી તાલુકાના ઉમરકોટ ગામે સરકારી ખરાબાની જમીનનાં દબાણો દૂર કરી આશરે રૂપિયા ૧૦,૦૦,૦૦૦ની કિંમતની જમીન ખુલ્લી કરી હતી.