(એ.આર.એલ),કોહિમા,તા.૩
આપત્તિ જાખમ વ્યવસ્થાપન માટે વીમો ધરાવતું નાગાલેન્ડ દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. આ માટે રાજ્ય સરકારે એસબીઆઇ સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. નાગાલેન્ડ સરકાર દ્વારા આપત્તિની તૈયારીની દિશામાં આ મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. રાજ્ય સરકાર અને એસબીઆઇ જનરલ ઈન્સ્યોરન્સે ડિઝાસ્ટર રિસ્ક ટ્રાન્સફર પેરામેટ્રિક ઈન્સ્યોરન્સ સોલ્યુશન માટે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડંગ પર હસ્તાક્ષર કર્યા છેઆ સાથે નાગાલેન્ડ આ આપત્તિ વ્યવસ્થાપન વીમાને લાગુ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. રાજ્યના મુખ્ય પ્રધાન નેફિયુ રિયોએ જાહેરાત કરી હતી કે નવી વીમા ભાગીદારીનો હેતુ રાજ્યને કુદરતી આફતોથી બચાવવાનો છે.એસબીઆઇ જનરલ ઈન્સ્યોરન્સ અને નાગાલેન્ડ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી વચ્ચે થયેલ કરાર સમગ્ર રાજ્ય માટે વ્યાપક કવરેજની ખાતરી કરે છે. મુખ્ય પ્રધાન નેફિયુ રિયોએ જણાવ્યું હતું કે તેમની સરકાર અને એસબીઆઇ જનરલ ઇન્શ્યોરન્સે ડીઆરટીપીએસ માટે એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે.એમઓયુ પર ત્રણ વર્ષના સમયગાળા માટે તાત્કાલિક અસરથી હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. “રાજ્ય સરકાર અને એસબીઆઇ જનરલ ઇન્સ્યોરન્સે ડીઆરટીપીએસ માટે એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા, જે આ આપત્તિ વ્યવસ્થાપન વીમાને અમલમાં મૂકનાર નાગાલેન્ડને પ્રથમ ભારતીય રાજ્ય બનાવે છે. એક પેરામેટ્રિક મલ્ટ-યર રિસ્ક ટ્રાન્સફર સોલ્યુશન,” નાગાલેન્ડના સીએમએ ટ્‌વટર પર લખ્યું, “આનાથી રક્ષણ કરવામાં મદદ મળશે રાજ્યનું નિર્ણાયક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને આપત્તિઓથી થતા આર્થિક નુકસાનને ઘટાડે છે.”