અમરેલીમાં આજે નિલવડાની ઘટનાને લઈ ક્ષત્રિય સમાજ દ્વારા આવેદન આપવામાં આવ્યું હતું. ક્ષત્રિય સમાજે કલેકટર અને જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપતા પોલીસના ધાડેધાડા ઉતર્યા હતા. ક્ષત્રિય સમાજે આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, ખોટી રીતે ભાઈ-બહેનનું નામ પોલીસ ફરિયાદમાં લખાવવામાં આવ્યા છે. જેથી ભાઈ-બહેનને ન્યાય મળે તે જરૂરી છે. ગુનેગારોને સજા કરો પરંતુ નિર્દોષ લોકોને રંજાડવાનું બંધ કરવુ જાઈએ. આ બાબતે યોગ્ય ન્યાયિક તપાસ કરવામાં આવે તેવી માંગ કરી હતી. જયારે જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે જણાવ્યું હતું કે, દલિત અને ક્ષત્રિય સમાજ દ્વારા આવેદન આપવામાં આવ્યું છે. પોલીસ આ બનાવમાં તટસ્થ તપાસ કરશે. જે જવાબદારો હશે તેની સામે પોલીસ કડક કાર્યવાહી કરશે. હાલ તો બંને સમાજને સંયમ જાળવવા પોલીસે અનુરોધ કર્યો છે.