બોલિવૂડ કલાકારો નેહા ધૂપિયા અને અંગદ બેટીએ ગઈકાલે રાત્રે તેમની પુત્રી મેહર ધૂપિયા બેદી માટે પ્રી-બર્થ ડે પાર્ટીનું આયોજન કર્યું હતું. તેમણે આ ફંક્શનમાં ઘણી મોટી હસ્તીઓને પણ આમંત્રિત કર્યા હતા. આ પાર્ટીમાં ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્‌સમેન વિરાટ કોહલી અને તેની પત્ની બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માએ પણ હાજરી આપી હતી. આ દરમિયાન વિરાટ અને અનુષ્કાએ પાપારાઝીની સામે પોઝ પણ આપ્યા હતા. આ સિવાય વિરાટે ફેન્સ સાથે સેલ્ફી માટે પોઝ પણ આપ્યો હતો. લાંબા સમય બાદ બંનેને ભારતમાં એકસાથે જાઈને ફેન્સ ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા હતા.
વિરાટ-અનુષ્કા ઉપરાંત કરીના કપૂર-સૈફ અલી ખાન તેમના પુત્ર જેહ સાથે, કરણ જાહર તેમના બાળકો યશ અને રૂહી સાથે, સોહા અલી ખાન-કુણાલ ખેમુ તેમની પુત્રી ઈનાયા સાથે અને હાર્દિક પંડ્યાની પૂર્વ પત્ની નતાસા સ્ટેનકોવિક તેમના પુત્ર અગસ્ત્ય સાથે પણ છે. આ પાર્ટીમાં હાજર હતા. બધા કલાકારો એકદમ કેઝ્યુઅલ લુકમાં હતા. નાના બાળકો વચ્ચે આ પાર્ટીએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું.