બગસરાના જુની હળીયાદ ગામે રહેતા સાગરભાઈ મુળજીભાઈ દાફડા (ઉ.વ.૩૪)એ જાહેર કર્યા મુજબ, તેઓ તેમના પત્નીને તેડવા અમરનગર ગામે જતાં ત્યાં તેના સસરા તથા સાળાએ મુંઢમાર માર્યો હતો. જેથી તેમને લાગી આવતાં વડીયા પુલ પાસે ફીનાઇલ પી લીધું હતું. જેથી તેમને સારવાર અર્થે ખસેડાયા હતા. વડીયા પોલીસ સ્ટેશનના એએસઆઈ એમ.એન. ગઢવી વધુ તપાસ કરી રહ્યા છે.