લીલીયા તાલુકાની પાંચતલાવડા સેવા સહકારી મંડળી લિ. ની વાર્ષિક સાધારણ સભા સુરેશભાઇ ખુમાણનાં અધ્યક્ષ સ્થાને તારીખ ૨૭ના રોજ સાંજે મંડળીની કચેરી ખાતે મળી હતી. મંત્રી જયદિપભાઇએ વાર્ષિક હિસાબો રજૂ કર્યા જેને બહાલી આપવામાં આવી હતી. ગત વર્ષે મંડળીએ રૂ. ૧૧, ૫૩,૦૦૦/- નફો કર્યો હતો, સભાસદોને ૧૦ ટકા ડિવિડન્ડ તેમજ ભેટ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. સભામાં જિલ્લા બેંકના જનરલ મેનેજર (સી.ઇ.ઓ) બી.એસ.કોઠીયા, સીનીયર ઓફીસર મનીષ ધાનાણી, સ્થાનિક શાખાના બ્રાન્ચ મેનેજર કૌશિક દેવલોક અને ખારા મંડળીના પ્રમુખ પૂંજાભાઇ ગરણીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. બેંકના જનરલ મેનેજર, સીનીયર ઓફીસર, બ્રાન્ચ મેનેજર તેમજ મંડળીના પ્રમુખે પ્રાસંગિક પ્રવચનો કરી સહકારી પ્રવૃત્તિની વિગતો રજૂ કરી હતી. સભામાં સ્થાનિક ઉપરાંત મંડળી સાથે જોડાયેલ ગામો કલ્યાણપર, નાના કણકોટ, નાના રાજકોટનાં સભાસદો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.