એક તરફ તહેવારોની મોસમ ચાલી રહી છે ત્યારે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળનું પ્રમાણ વધી ગયું છે. જેમાં પાટણમાં ઘી બજારમાં ફૂડ એનડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડ્યા હતા. ફૂડ અને ડ્રગ્સ વિભાગ
દ્વારા નિતીનકુમાર ભાઈલાલ ઘી વાળાની પેઢી પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં વિભાગ દ્વારા ઘીના સેમ્પલ લેવામાં આવ્યા હતા.
ઘીના સેમ્પલ મેળવ્યા બાદ આ અંગે તપાસ કરવામાં આવી રહી છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ઘી બજારના આ દરોડાને પગલે અન્ય વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.