બગસરામાં જેતપુર રોડ પર આવેલા પરશુરામધામ ખાતે પરશુરામ મંદિરે તા.રના રોજ સાંજના સમયે ભવ્ય અન્નકૂટના દર્શન યોજાયા હતા. ટ્રસ્ટના પ્રમુખ કમલેશ ઠાકર, મુકેશ જાષી, દિપકભાઈ પંડયા, કકુ જાષી, મહેશભાઈ વ્યાસ(જીઈબી) સહિતના બ્રહ્મ આગેવાનો સહિત બ્રહ્મ પરિવારોએ અન્નકૂટના દર્શનનો લાભ લીધો હતો. પૂજારી જયેશભાઈ ત્રિવેદી દ્વારા મહાઆરતી કરવામાં આવી હતી. અન્નકૂટ બાદ પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.