અમરેલી જિલ્લાના બાબાપુર ગામે સર્વોદય સરસ્વતી મંદિર ખાતે ચાલી રહેલી વાર્ષિક શિબિરમાં તા. ૮ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ વિશેષ બાળરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. નિષ્ણાત બાળરોગ તજજ્ઞ ડા. આઈ.કે. વીજળીવાળા અને તેમની મેડિકલ ટીમે સવારે ૧૦થી સાંજના ૬ વાગ્યા સુધી બાબાપુર અને આસપાસના ગામોના બાળકોની વિનામૂલ્યે તપાસ કરી હતી અને જરૂરી દવાઓ આપી હતી. આ કેમ્પમાં મોટી સંખ્યામાં વાલીઓ પોતાના બાળકો સાથે ઉપસ્થિત રહ્યા હતા.