કોંગ્રેસના નેતા મણિશંકર ઐયરે અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત પર દુખ વ્યક્ત કર્યું છે. આટલું જ નહીં મણિશંકર ઐય્યરે ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ પણ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે, સૌ પ્રથમ તો મને ખૂબ જ દુઃખ થાય છે કે આવા પાત્રનો માણસ, જેના ઈતિહાસમાં લખ્યું છે કે તે વેશ્યાઓ પાસે જતાં અને તેમને મોં બંધ રાખવા માટે પૈસા આપતા.
તેમણે કહ્યું કે, મને એ વાતનો પણઅફસોસ છે કે, જા કમલા હેરિસ જીતી ગઈ હોત તો તે પ્રથમ મહિલા અને ભારત સાથે સંબંધ રાખતી પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બની ગઈ હોત. ડોનાલ્ડ ટ્રમ્પ ઉમદા માણસ નથી. તમે પૂછી શકો છો કે ભારત સાથેના સંબંધો પર શું અસર પડશે. પરંતુ હું કહીશ કે જા આપણે આ બંનેના પાત્રને જાઈએ તો તેમાં કોઈ શંકા નથી કે તેઓએ ખોટા વ્યક્તિની પસંદગી કરી છે. આ મારો અંગત અભિપ્રાય છે.
યુએસ પ્રમુખપદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત કોંગ્રેસના નેતા મણિશંકર અય્યરને ખૂબ જ અણગમતી હતી. રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામો પર પોતાનો ગુસ્સો ઠાલવતા તેઓ શબ્દોની સજાવટ પણ ભૂલી ગયા અને ટ્રમ્પ વિશેના તેમના શબ્દો બગડી ગયા.મણિશંકર ઐયરે કહ્યું, ‘હું ખૂબ જ નિરાશ છું કે એક વ્યક્તિ, જેને અમેરિકન અદાલતો દ્વારા અપરાધી જાહેર કરવામાં આવી છે અને જેના ઇતિહાસમાં વેશ્યાઓ સાથે મુલાકાત કરવી અને તેમને ચૂપ રાખવા માટે પૈસાની ચૂકવણી કરવાનો સમાવેશ થાય છે તેમની પસંદગી વિશ્વના સૌથી શક્તિશાળી દેશના રાષ્ટ્રપતિ તરીકે કરવામાં આવી છે.
મણિશંકર અય્યરે એમ પણ કહ્યું, વ્યક્તિગત રીતે, હું માનું છું કે ડોનાલ્ડ ટ્રમ્પ સારા વ્યક્તિ નથી. તમે પૂછો કે આનાથી આપણા રાજકારણ પર શું અસર થશે તે અલગ વાત છે, પરંતુ જ્યારે તમે તેમના ચારિત્ર્યને જાશો તો મારા મનમાં કોઈ શંકા નથી કે ખોટી વ્યક્તિ ચૂંટાઈ આવી છે. આ મારો અંગત અભિપ્રાય છે. તેણે આગળ કહ્યું, ‘આવા ધિક્કારપાત્ર વ્યક્તિને ચૂંટાતા જાવું ખરેખર નિરાશાજનક છે. મને એ વાતનો પણ અફસોસ છે કે કમલા હેરિસ જીતી ન શકી. જા કમલા હેરિસ જીતી ગઈ હોત તો તે અમેરિકાની પ્રથમ મહિલા અને ભારત સાથેના સંબંધો ધરાવતી પ્રથમ રાષ્ટ્રપતિ બની શકી હોત. આ એક ઐતિહાસિક અને સકારાત્મક પગલું હશે.
આ તરફ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લીકાર્જુન ખડગે અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ બુધવારે ડોનાલ્ડ ટ્રમ્પને યુએસ પ્રમુખપદની ચૂંટણીમાં તેમની જીત પર અભિનંદન આપ્યા અને તેમના સફળ કાર્યકાળની શુભેચ્છા પાઠવી. ખડગેએ કહ્યું કે, અમે વૈશ્વીક શાંતિ અને સમૃદ્ધિ માટે અમેરિકા સાથે મળીને કામ કરવા આતુર છીએ. રાહુલ ગાંધીએ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર કમલા હેરિસને પણ તેમના ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે બીજી વખત દેશની રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી છે, જેને અમેરિકન ઈતિહાસમાં કોઈપણ નેતાની સૌથી મોટી રાજકીય પુનરાગમન કહેવામાં આવી રહી છે. ટ્રમ્પે તેમના ડેમોક્રેટિક હરીફ કમલા હેરિસને આકરી ચૂંટણી સ્પર્ધામાં હરાવ્યા હતા.