ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા નિશાંત રાવલે અખબારી યાદીમાં જણાવ્યું હતું કે આંકડા પ્રમાણે ગુજરાતમાં છેલ્લા ૫ વર્ષોમાં ૬૫૨૪ જેટલા રેપ અને ૯૫ જેટલા ગેંગ રેપ નોંધાયા છે, આંકડા પ્રમાણે ગુજરાત માં રોજ ૬ દુષ્કર્મની ઘટનાઓ બની રહી છે, એ જોતા લાગે છે મહિલા અને દીકરીઓ પર થતા અત્યાચાર અને દુષ્કર્મમાં ગુજરાત દેશનું એપિસેન્ટર બની રહ્યું છે, આજે જયારે પવિત્ર શક્તિપીઠ અંબાજી ખાતે જયારે સામુહિક દુષ્કર્મની ઘટના બની છે જે આખા ગુજરાત ને શર્મસાર કરે છે,
આજે આખા ગુજરાતની આંખમાં રોષ અને આસું છે, માત્ર ૨ મહિનાના સમય ગાળામાં અગાઉ રાજ્યના ગૃહમંત્રી હર્ષ ભાઈ સંઘવીનો નિવાસ જિલ્લો સુરત અને પ્રભારી જિલ્લો વડોદરામાં દીકરીઓ પર સામુહિક દુષ્કર્મની ઘટનાઓ બની હતી છે એ જોતા ગુજરાતમાં મહિલા સુરક્ષા ઉપર ખુબ ગંભીર સવાલ ઉભો થાય છે, આ એક ખુબજ ગંભીર અને દુઃખદ ઘટના છે ખાસ કરીને એવા વિસ્તાર જ્યાં અચૂક પોલીસ પેટ્રોલિંગની આવશ્યકતા હોય છે પરંતુ આ કામગીરીમાં ગુજરાત પોલીસ નિષ્ફળ નીવડી રહી છે, એક તરફ રાજ્યના મુખ્યમંત્રી, ગૃહ મંત્રી અને ભાજપના ગુજરાત પ્રમુખ પાટીલજી બનાસકાંઠા ખાતે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીના પ્રચારમાં વ્યસ્થ છે બીજી બાજુ આજ બનાસકાંઠામાં માં અંબાની પાવન ધરતી અંબાજી ખાતે સામુહિક દુષ્કર્મ થાય છે , જયારે અન્ય રાજ્ય પશ્ચીમ બંગાળ માં મહિલા પાર સામુહિક દુષ્કર્મ થાય છે ત્યારે આખું ગુજરાત ભાજપ ધરણા પર બેસે છે અને ગુજરાતના આ તમામ સામુહિક દુષ્કર્મો ઉપર કેમ ચૂપ છે? હાલમાં જે રીતે દાહોદ ખાતે ૬ વર્ષની બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કરી એને મોતને ઘાટ ઉતારવાની ઘટના બનેલ છે જેમાં ઇજીજી સાથે જોડાયેલ આચાર્ય સામેલ હતો, તાજેતરમાં વડોદરા જિલ્લામાં એક મહિલાના ઘરમાં ઘુસી એના પર દુષ્કર્મ આચરનાર ભાજપનો એક કાર્યકર્તા સામેલ હતો જેમાં પીડિતાની ૧૦ કલાક સુધી એફઆઇઆર નોંધવામાં નહોતી આવી,
આ તમામ ઘટના હવે રાજ્યની મહિલા સુરક્ષા માટે એક ગંભીર બાબત બની ગઈ છે, કહેવાતા વિશ્વ હિન્દૂ પરિષદ જેવા હિન્દૂ સંગઠનો કેમ ચુપ્પી સાધીને બેઠા છે? વડોદરામાં જે શ્રી ટીમ જીરી આપવામાં આવેલ પોલીસની જીપમાં એક પુરુષ કોન્સ્ટેબલ દારૂ પિતા પકડાયો હતો, આવી ઘટનાઓ પણ રોકવી આવશ્યક છે, આવી ઘટનાઓના લીધે ગુજરાતની દીકરીઓને ગુજરાત પોલીસ પરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે, ત્યારે રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ વિશ્વાસ પુનઃ સ્થાપિત કરવો જોઈએ.
તાજેતરની અંબાજી, બનાસકાંઠા જિલ્લા પાસેની આ ઘટના થી એમ લાગે છે કે બનાસકાંઠા પોલીસ અને ત્યાંનું આખું સરકારી તંત્ર માત્રને માત્ર “વાવ વિધાનસભાની પેટાચૂંટણી” અનુલક્ષીને ભાજપના કાર્યકતા તરીકે કામગીરી કરી રહ્યા છે જેમને મહિલા સુરક્ષાની કોઈ પરવાહ નથી રહી
ગુજરાત કાંગેસ તરફથી મુખ્યમંત્રીને આવેદન કરું છું કે જો તમે ગુજરાતની મહિલા દીકરીઓની સુરક્ષા ના આપી શકવા સક્ષમ નથી તો ગુજરાતની તમામ દીકરીઓ અને મહિલાઓને વાહનના લાઇસન્સની સાથે બંધુકના લાઇસન્સ પણ આપી દો જેથી ગુજરાતની મહિલા પોતાની સુરક્ષા જાતે કરી શકે.