મુંબઈના ચેમ્બુર વિસ્તારમાં રવિવારે સવારે એક મોટો અકસ્માત થયો હતો. દુકાનના ગ્રાઉન્ડ પ્લસ વન (ય્ ૧) સ્ટ્રક્ચરમાં સવારે લગભગ ૫ વાગ્યે આગ ફાટી નીકળી હતી. દુકાનના મીટર બોક્સમાં આગ લાગી હતી જે ધીરે ધીરે આખા ઘરમાં ફેલાઈ ગઈ હતી. આ આગમાં ૭ લોકોના મોત થયા હતા. આગને કાબુમાં લેવામાં આવી છે.
પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે ગ્રાઉન્ડ ફ્લોર પર એક દુકાન હતી. પરિવાર ઉપરના માળે રહેતો હતો. આગમાં એક જ પરિવારના સાત લોકોના મોત થયા હતા. જેનું આ ઘટનામાં મોત થયું હતું. તેમના નામ પણ બહાર આવ્યા છે. જેમાં બે બાળકો સહિત ૭ લોકોએ જીવ ગુમાવ્યા છે ૭ વર્ષની છોકરી પેરિસ ગુપ્તા,૧૦ વર્ષનો બાળક નરેન્દ્ર ગુપ્તા,૩૦ વર્ષની મંજુ પ્રેમ ગુપ્તા,૩૯ વર્ષની અનિતા ગુપ્તા,૩૦ વર્ષનો પ્રેમ ગુપ્તા
દુકાન અને મકાનમાં આગની માહિતી મળતા જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગમાં ઘરની અંદર સૂઈ રહેલા ૭ લોકોના મોત થયા હતા. દુકાન અને ઘરનો તમામ સામાન પણ બળીને રાખ થઈ ગયો હતો.
સ્થાનિક લોકોએ જણાવ્યું કે દુકાનમાં આગ લાગવાની ઘટના ખૂબ જ ભયાનક હતી. દુકાન અને ઘરમાંથી આગની જ્વાળાઓ ઉછળી રહી હતી. લોકો ઘરની અંદરથી બૂમો પાડી રહ્યા હતા. સ્થાનિક લોકોએ આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સફળતા મળી ન હતી. આ પછી ફાયર બ્રિગેડ અને પોલીસ ટીમને જાણ કરવામાં આવી હતી.