(એ.આર.એલ),નવીદિલ્હી,તા.૩
આજથી નવરાત્રીનો તહેવાર શરૂ થઈ ગયો છે. આજે પ્રથમ નોરતે રાજ્યભરના મંદિરોમાં
દર્શનાર્થીઓની ભારે ભીડ જાવા મળી રહી છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને નવરાત્રીની શુભકામનાઓ પાઠવી છે. આ સાથે રાહુલ ગાંધી, અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પર નવરાત્રીને લઈ શુભકામનાઓ પાઠવી છે.
નરેન્દ્ર મોદીએ પાઠવી નવરાત્રીની શુભેચ્છા પાઠવી છે કે તમામ દેશવાસીઓને નવરાત્રીની હાર્દિક શુભકામનાઓ. શક્તની ઉપાસના માટે સમર્પિત આ પવિત્ર તહેવાર દરેક માટે શુભ સાબિત થાય. જય માતા દી. આ સાથે અન્ય એક પોસ્ટમાં મોદીએ એક સ્તુતિ મૂકી છે. જેમાં તેમે લખ્યું કે, નવરાત્રના પ્રથમ દિવસે મા શૈલપુત્રીને પ્રતિબદ્ધ પ્રાર્થના! દરેક વ્યÂક્ત તેમની કૃપાથી ધન્ય બને. દેવી માતાની આ સ્તુતિ તમારા બધા માટે છે…
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ નવરાત્રીના પાવન પર્વની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. મા દુર્ગાના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે અને તમારું જીવન ખુશીઓથી ભરેલું રહે. જય માતા દી.
અમિત શાહે કહ્યુ, નવરાત્રીના પવિત્ર તહેવારની તમામ દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ. આ સાથે દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એકસ પર પોસ્ટ કરીને કહ્યું કે, નવરાત્રીના પવિત્ર તહેવારની તમામ દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ.નવરાત્રી એ શક્તની ઉપાસના, આધ્યાત્મક ઉર્જાનો સંચય અને વિશ્વની માતા માતા અંબેના નવ સ્વરૂપોની પૂજાનો મહાન તહેવાર છે. હું મા દુર્ગાને સમગ્ર વિશ્વના કલ્યાણ, સુખ અને શાંતિ માટે પ્રાર્થના કરું છું. જય માતા દી.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ રાજ્યવાસીઓને નવરાત્રીની શુભકામનાઓ પાઠવી છે. ભૂપેન્દ્ર પટેલે એકસ પર લખ્યું કે, મા આદ્યશક્તની આરાધનાના મહાપર્વ નવરાÂત્રની આપ સૌને હાર્દિક શુભકામના. માતાજીની કૃપા આપણા સૌ પર બની રહે અને તપ, સંયમ, શીલ, સદાચાર થકી આ પર્વ સૌના જીવનમાં નવી ઊર્જા અને ઉત્સાહ લઈને આવે તેવી પ્રાર્થના.