અમરેલી જિલ્લામાં સહકારી ક્ષેત્રે યુવા શક્તિને પ્રોત્સાહન આપવાના ઉમદા આશયથી જિલ્લા સહકારી સંઘના અધ્યક્ષ મનીષ સંઘાણીના માર્ગદર્શન હેઠળ યુવા સમિતિની રચના કરવામાં આવી છે. સહકારી ક્ષેત્રે યુવાનોની ભાગીદારી વધે અને તેઓ આ ક્ષેત્રથી માહિતગાર બને તે હેતુથી યોજાયેલી બેઠકમાં સમિતિના પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી હતી. નવરચિત યુવા સમિતિમાં જિજ્ઞેશભાઈ રામાણી (ડેની)ને અધ્યક્ષ અને વનરાજભાઈ વરુને ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સમિતિના ડાયરેક્ટર તરીકે બાર સભ્યોની નિમણૂક કરવામાં આવી છે. ડાયરેક્ટર પદે નિમાયેલા સભ્યોમાં જગદીશભાઈ નાકરાણી, રાકેશભાઈ ડાવરા, રોમિતભાઈ કોટડીયા, નીરવભાઈ ગોંડલિયા, જતીનભાઈ સાવલિયા, અમરસિંહ રાઠોડ, ચિરાગભાઈ બારૈયા, રમેશભાઈ માંડવીયા, નીખીલભાઈ પટેલ, રવિભાઈ ધાનાણી, રવિભાઈ પંડ્યા અને રાજદીપભાઈ જાનીનો સમાવેશ થાય છે. સમિતિના સભ્યો જિલ્લામાં સહકારી ક્ષેત્રની પ્રવૃત્તિઓ અંગે યુવાનોમાં જાગૃતિ લાવવાનું કાર્ય કરશે અને યુવા શક્તિને સહકારી પ્રવૃત્તિઓ સાથે જોડવા માટે પ્રયત્નશીલ રહેશે.