રાજકોટ,તા.૦૧
રાજકોટ અમદાવાદ હાઈવે પર નવાગામમાં માંધાતા સોસાયટીમાં રહેતા રેખાબેન શૈલેષભાઈ રાવરાણી (ઉ.વ. ૩૭) ગઈકાલે રૈયા રોડ પર આવેલી નાગરિક બેંકની પાછળ કીડવાઈનગરમાં શ્રીનાથજી ટ્રાવેલ્સવાળા શૈલેષ પાંભરને ત્યાં મજૂરીકામ અર્થે ગયા હતા. ત્યાં તેઓ મોડી રાત સુધી કામ કરીને તેમની સાથેના અન્ય કર્મચારીઓ સાથે નાસ્તો કરી રહ્યા હતા, ત્યારે અચાનક જ કંઈક તૂટવાનો અવાજ આવતા તેઓ ઉભા થઈ લિફ્ટ પર પગ મૂકી નીચે જોતા હતા કે અચાનક જ લિફ્ટનો કેબલ તૂટતા જ તેઓ લિફ્ટમાં ફસાઈ ગયા બાદ તેમાં દબાયા હતા. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને મહિલાને લિફ્ટ તોડી બહાર કાઢી હતી. બનાવ અંગે જાણ કરતાં ૧૦૮ની ટીમે મહિલાને તપાસી મૃત જાહેર કરી હતી.