રાજુલાના દાતરડી ગામે ફટાકડાં ફોડવા મુદ્દે માથાકૂટ થઈ હતી. પિયુષભાઈ ઘનશ્યામભાઈ સાવલીયા (ઉ.વ.૨૮)એ જસુભાઈ રામભાઈ તથા જીણાભાઈ લાખાભાઈ યાદવ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ તેમના ભાણેજ સાથે ગામમાં રોડ ઉપર ફટાકડા ફોડતા હતા ત્યારે જસુભાઈ આવીને તેમના ફટાકડા ફોડવા લાગ્યા હતા. જેથી તેમણે ના પાડતાં જેમ ફાવે તેમ ગાળો આપવા લાગ્યો હતો. તેમણે અપશબ્દો બોલવાની ના પાડતાં ઢીકાપાટુનો માર માર્યો હતો.