અમરેલી જિલ્લામાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનને વ્યાપક સમર્થન મળી રહ્યું છે. જિલ્લાના છેવાડાના વિસ્તારો સુધી સ્વચ્છતાનો સંદેશ પહોંચી રહ્યો છે.
રાજુલા તાલુકાના રાભડા ગામે ગ્રામસભા અંતર્ગત સાર્વજનિક સ્થળોએ કચરાપેટી મૂકવામાં આવી હતી. ગામના સરપંચના અધ્યક્ષ સ્થાને યોજાયેલી ગ્રામસભામાં ગામના તલાટી કમ મંત્રી અને આગેવાનો અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં ગામના ધાર્મિક સ્થળ, દુકાનો, જાહેર સ્થળોએ કચરો નાખવા માટે કચરાપેટીઓ મૂકવામાં આવી હતી.
આ પ્રસંગે ગ્રામજનોએ સ્વચ્છતા જાળવવાનો સંકલ્પ લીધો હતો