શિક્ષણનું મુખ્ય કાર્ય રાષ્ટ્રના સારા નાગરિકો નિર્માણ કરવાનું છે. મોરારીબાપુના શબ્દોમાં કહીએ તો “શિક્ષક અર્કવાળો, તર્કવાળો અને સતત સંપર્કવાળો હોવો જોઈએ.” શિક્ષકમાંથી જ જ્યારે જિલ્લા શિક્ષણ અધિકારી બનો ત્યારે વહીવટી કામગીરીની સાથે સાથે શૈક્ષણિક કામગીરીનો વ્યાપ વધે તેવા સરાહનીય પ્રયાસ કરવા જ રહયા .ટેકનોક્રેટ અને ઇનોવેટ અમદાવાદ શહેરના જિલ્લા શિક્ષણ અધિકારી રોહિતભાઈ ચૌધરી અદભુત અને અનન્ય વ્યક્તિત્વ છે.
ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીની જવાબદારી સુપેરે વહન કરીને પોતાની નૈતિક જવાબદારી થકી વર્લ્ડ હેરિટેજ અમદાવાદ શહેરમાં એક તપસ્વી તરીકે ગુણવત્તાયુક્ત શૈક્ષણિક કાર્યો કરી રહ્યા છે.
જિલ્લા શિક્ષણ અધિકારી તરીકે મંડળ સંચાલિત ગ્રાન્ટેડ તેમજ સરકારી શાળાઓના સર્વાંગી વિકાસ માટે સૌને સાથે રાખીને વહીવટી અને શૈક્ષણિક કાર્યો સમય મર્યાદામાં પૂર્ણ થાય તે ખૂબ જરૂરી છે અને તેના માટે આગોતરું આયોજન અને પ્લાનિંગ બંને અનિવાર્ય છે. સરકારના નીતિવિષયક બાબતો અને પરિપત્રોનું અમલીકરણ સમય મર્યાદામાં પૂર્ણ કરવું અગત્યનું હોય છે.
નિમણૂકથી માંડીને પગાર, પેન્શન અને અન્ય પરીક્ષાને લગતા કાર્યો સમયસર પૂર્ણ કરવાના હોય છે. શિક્ષણ અધિકારીના કેન્દ્રસ્થાને અધ્યતા એટલે વિદ્યાર્થીઓ હોય છે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ થાય તેવું શૈક્ષણિક કાર્ય શાળાઓમાં નિયમિત અને સમયસર પૂર્ણ થાય તે જોવાની તેમની જવાબદારી હોય છે. શિક્ષકોમાં આત્મવિશ્વાસ અને પ્રશિક્ષણ પરત્વે લગાવ ઊભો કરવા માટે મોટીવેશન તેમજ જરૂર પડે તો લાલ આંખ કરીને દિશા નિર્દેશ કરવાની આવડત પણ જરૂરી છે. જિલ્લા શિક્ષણ અધિકારી બન્યા પછી અમદાવાદ શહેરનું શૈક્ષણિક અને વહીવટી કાર્ય સમય મર્યાદામાં પૂર્ણ થાય તે માટે કાર્યની વહેંચણી કરીને ઉત્તમ કાર્ય થઈ રહ્યું છે.
વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન મેળો અતિ આવશ્યક છે. જેમાંથી બાળ વૈજ્ઞાનિક માનસ કેળવાય છે. ગણિત અને વિજ્ઞાનના શિક્ષકોને પ્રાયોગિક કાર્યની સાથે નિદર્શન કાર્ય ઉત્તમ રીતે થાય તેવા પ્રયાસો કરે છે. સ્કૂલોમાં રૂબરૂ મુલાકાત લઈને સુધારાત્મક અભિગમ દાખવીને શિક્ષકોને બાળકોના હિતાર્થે શૈક્ષણિક અને સાંસ્કૃતિક કાર્ય કરવાની પ્રેરણા આપે છે. બાળકોના આરોગ્ય માટે વેક્સિનેશન પ્રોગ્રામ થકી તંદુરસ્તી નિર્માણ થાય તેમાં અંગત રસ દાખવે છે. સાત ઓક્ટોબરથી પંદર ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની કામગીરી શાળાઓમાં યોગ્ય રીતે થાય અને તેનું ઇમ્પ્લિમેન્ટેશન વાલીઓ સુધી પહોંચે એવો પ્રયાસ કરે છે. કેટલીક ભોંયરામાં ચાલતી શાળાઓને નોટિસ આપી ખુલાસો માંગે છે. આવી સાહસિકતા દાખવવી તે પણ એક શિક્ષણનું જ કાર્ય છે. થોડા સમય પહેલા સંકલ્પ ઇન્ટરનેશનલ સ્કૂલ નિકોલમાં હિન્દુઓના પવિત્ર ધાર્મિક ગ્રંથ ભગવદ્‌ ગીતાના દાર્શનિક સિદ્ધાંતો અને તેનું મૂલ્ય અભ્યાસક્રમ થકી બાળકો સુધી પહોંચે તેવો તેમનો પ્રયાસ રહ્યો છે.
અમદાવાદ શહેરની સ્કૂલોમાં અવેરનેસ વધે તેવા સેવાકીય અને રચનાત્મક કાર્યો નિરંતર થતા રહયા છે. જેમ કે ફાયર સેફટી, રોડ સેફટી અને સાયબર ક્રાઇમ જેવા કાર્યક્રમમાં ૪૦૦થી વધુ શાળાઓના શિક્ષકોને ઉપસ્થિત રાખી અને તેની ઉપયોગી હકારાત્મક જાણકારી આપવામાં આવી હતી.
ડિજિટલ પ્રશ્ન બેંક નિર્માણ કરીને બાળકોને સંદર્ભ સાહિત્ય પૂરું પાડવાનું શ્રેષ્ઠ કાર્ય કરી બતાવ્યું છે. આજે બધા વિદ્યાર્થીઓ પાસે રેફરન્સ બુક કે પેપર સેટ ખરીદવાની સમર્થતા ન હોય ત્યારે તેમને અમદાવાદ શહેરના વિષય નિષ્ણાત શિક્ષકો પાસે ડિજિટલ પ્રશ્ન બેંક ૨૦૨૫ નિર્માણ કરાવી છે તે સોનામાં સુગંધ ભરશે. લાખો વિદ્યાર્થીઓ માટે કરેલો નવતર પ્રયોગ આપને આશીર્વાદ આપશે. વિદ્યાર્થીઓ માટે બોર્ડ પરીક્ષા તનાવમુક્ત થાય તેવા મોટિવેશન કાર્યક્રમ પણ આપના થકી થાય છે. બાળકોની સ્કિલ કૌશલ્યતા અને આવડત કેળવાય તેવા ભાવ સાથે આપ ઉત્તમ કામ કરો છો. માન્ય પ્રધાનમંત્રીના પરીક્ષા પે ચર્ચા માટે આપે શ્રેષ્ઠ રજીસ્ટ્રેશન કાર્ય કરાવ્યું છે. પરીક્ષા સમયે ભયમુક્ત વાતાવરણ કેળવાય અને વાલીઓમાં વિદ્યાર્થીઓ માટેનો સ્નેહ કેળવાય તેવી બાબતોને આપ હંમેશા ઉજાગર કરતા રહ્યા છો.
ગુડ ગવર્નર્સ પ્રોજેક્ટ દ્વારા સર્વેક્ષણ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં સ્પીપા દ્વારા સરકારી કચેરીઓની કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના પ્રોજેક્ટને ગુડ ગવર્નર્સની યાદીમાં ત્રીજું સ્થાન પ્રાપ્ત થયું છે. જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીની વહીવટી અને શૈક્ષણિક કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું. જેમાં રાઇટ ટુ એજ્યુકેશન, પ્રવેશ અને સ્કૂલને મળતી ફીની રકમ સીધી બેંકના એકાઉન્ટમાં જમા કરાવી પારદર્શકતા સાથે શ્રેષ્ઠ કાર્ય કરી બતાવ્યું. પ્રોજેક્ટ સારથી કારકિર્દી પંથે, સંપર્ક સેતુ એપ્લિકેશન તેમજ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સંચાલકોને શૈક્ષણિક જ્ઞાનનો લાભ થાય તેવા સંનિષ્ઠ કાર્યો કરી બતાવ્યા છે. જેની નોંધ શિક્ષણ વિભાગે અને આમ જનતાએ પણ લીધી છે. આપે નવસારી જિલ્લા શિક્ષણ અધિકારી તરીકે પણ શ્રેષ્ઠ કાર્ય કર્યું છે. ન્યૂપા દિલ્હી દ્વારા આપને એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. એક જિલ્લા શિક્ષણ અધિકારી તરીકે આપે જે પહેલ કરી છે તે અન્ય અધિકારીઓ માટે દીવાદાંડી સ્વરૂપ હશે. આપના શિક્ષણના કાર્યોનો યજ્ઞ નિરંતર ચાલતો રહે તેવી શુભકામનાઓ પાઠવું છું. Mo.9825702282