લાઠીના હરસુરપુર દેવળીયા ગામે એક યુવકને ત્રીકમનો છુટ્ટો ઘા મારવામાં આવ્યો હતો. જેને લઈ રાહુલભાઈ પ્રેમજીભાઈ ખુમાણ (ઉ.વ.૨૭)એ રોહિતભાઈ વિનુભાઈ ખુમાણ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, કામના તેમના મોટા બાપુજીનો દીકરો છ દિવસ પહેલાં નશા કરેલ હાલતમાં લાઠી પોલીસ સ્ટેશનમાં મોટર સાઇકલ સાથે પકડાયો હતો. તેની મોટર સાઇકલ કબજે કરી હતી. જે મોટર સાઇકલ છોડાવવા તેમણે આરોપીને કહેતા સારૂ નહિ લાગતા ગાળો આપી ત્રીકમનો છુટ્ટો ઘા માર્યો હતો. જેથી તેમને દસ ટાંકા આવે તેવી ઇજા થઈ હતી. જે બાદ વિનુભાઈ માણંદભાઈ ખુમાણ (ઉ.વ.૫૮)એ રાહુલભાઈ પ્રેમજીભાઈ ખુમાણ સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમનો પુત્ર બજારમાં દૂધ લેવા ગયો હતો ત્યારે આરોપી પીધેલી હાલતમાં મળ્યો હતો અને તેમના પુત્ર પાસે માવો માંગ્યો હતો. જેથી તેણે માવો દેવાની ના પાડતાં ગાળો આપી મુંઢમાર માર્યો હતો.