લીલીયાના સલડી ગામે તસ્કરો આઈસક્રીમના કારખાનાને નિશાન બનાવીને રોકડા રૂ.૨૫,૦૦૦ની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે ભીખાભાઈ મોહનભાઈ ચોડવડીયા (ઉ.વ.૬૩)એ અજાણ્યા ચોર ઇસમ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, અજાણ્યા ચોર ઇસમ તેમના આઈસક્રીમના કારખાનાનો નકુચો તોડી ત્રાટક્યા હતા અને સામાન વેર વિખેર કરી લોખંડની પેટીમાં મુકેલા રોકડા રૂ.૨૫,૦૦૦ની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. લીલીયા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ડી. આર. મકવાણા વધુ તપાસ કરી રહ્યા છે.