ક્રિષ્ના ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી લિમિટેડની વાર્ષિક સાધારણ સભા તાજેતરમાં શનિવાર, તા. ૧૪/૦૯/૨૦૨૪ના રોજ સાંજે ૪ કલાકે શ્યામવાડી લીલીયા મોટા મુકામે યોજાઈ હતી. આ સભામાં સંસ્થાના ચેરમેન વિનીતભાઈ ત્રિવેદી, વાઈસ ચેરમેન મુકેશભાઈ માતરિયા, મેનેજિંગ ડિરેક્ટર કાંતિભાઈ શીંગાળા તેમજ અન્ય ડિરેક્ટરો ઘનશ્યામભાઈ રાદડીયા, કિશોરભાઈ પાઠક, ભરતભાઈ શેખલીયા, બટુકભાઈ સોળીયા, હરેશભાઈ ગાંગડિયા, વિપુલભાઈ ડેર, વિરજીભાઈ કાંકરેચા, અતુલભાઈ ભટ્ટ, ઘનશ્યામભાઈ ભાલાળા, ઈલાબેન દવે, રૂપાબેન પાઠક, નિતાબેન વાઘેલા હાજર રહ્યા હતા. ત્યારબાદ મુકેશભાઈ માતરિયા, કિશોરભાઈ પાઠક અને ભરતભાઈ શેખલીયા દ્વારા સંસ્થા અંગેની માહિતી તેમજ સભાસદ લોન અંગેની માહિતી પૂરી પાડવામાં આવી હતી. સભાની આભારવિધિ હરેશભાઈ ગાંગડિયા દ્વારા કરવામાં આવી હતી.