લીલીયા તાલુકામાં આગામી તારીખ ૧૩/૦૮/૨૦૨૪ને મંગળવારના રોજ એક મફત નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ શ્રી સરદાર પટેલ યુવા એજ્યુકેશન ગ્રુપ તથા લીલીયા તાલુકા ખોડલધામ સમિતિ અને શ્રી રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ રાજકોટના સંયુક્ત ઉપક્રમે યોજાશે.
કેમ્પનું સ્થળ શ્રી સમૃદ્ધિ નાગરિક સહકારી મંડળી લી. (લીલીયા મોટા શાખા) ખાતે રાખવામાં આવ્યું છે. કેમ્પનો સમય સવારના ૯થી ૧૨ વાગ્યા સુધીનો રહેશે.
ડા. કુંભાણી સાહેબના દવાખાના ખાતે આ કેમ્પ યોજાશે. આયોજકોએ જણાવ્યું છે કે આ કેમ્પનો લાભ લેવા તમામ જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે.