સાવરકુંડલાના ખડસલીમાં સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળા કેમ્પસ સફાઈ તેમજ ખડસલી ગામના જાહેર સ્થળોની સફાઈ અને પ્લાસ્ટિકનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં નાનજીભાઈ મકવાણા, પ્રવીણભાઈ પટેલ, ગોવાભાઇ ગાગીયા તેમજ પીડી લાઈટ સંસ્થા વતી હીરાભાઈ દિહોરા અને તેમનો સ્ટાફ તેમજ લોકશાળા ખડસલીના તમામ સ્ટાફે કામગીરી કરી હતી.