વડોદરાના ડભોઈમાં માર્ગ અકસ્માતમાં એકનું મોત થયું છે. ડભોઈ વડોદરા રોડ પર વહેલી સવારે અકસ્માત થયો છે. કારમાં સવાર પૈકી ચારમાંથી એકનું ઘટનાસ્થળે મોત થયું છે. એકને ગંભીર ઇજા થઈ છે અને બે લોકોને સામાન્ય ઇજા થઈ છે.
ડભોઈ-વડોદરા રોડ પર વહેલી સવારે અકસ્માત થયો હતો. કારમાં સવાર પૈકી ચારમાંથી એકનું ઘટનાસ્થળે મોત થયો હતું. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ડભોઈથી વડોદરા તરફ જતી અલ્ટો કારને અકસ્માત નડ્યો હતો. મૃતક યુવાન ચિંતન ડભોઈના ઘનશ્યામ પાર્કનો રહેવાસી હતો. તુલસી હોટેલના ટ‹નગ પર ઘટના બની હતી.
અકસ્માતના પગલે સ્થાનિકો તરત જ દોડી આવ્યા હતા. તેઓ દ્વારા તાત્કાલિક ૧૦૮ને બોલાવવામાં આવી હતી. તેની સાથે કેટલાયને તો અકસ્માતના સ્થળે જ સારવાર આપવામાં આવી હતી. સ્થાનિકોની મદદના કરવાનો પૂરતો પ્રયત્ન કર્યો હતો.
દુર્ઘટનાની જાણ થવાના પગલે સ્થાનિક પોલીસ દોડી આવી હતી અને તેણે અકસ્માત ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. તેની સાથે મૃત્યુ પામેલા યુવકને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. પોસ્ટમોર્ટમ પછી પોલીસ મૃત્યુ પામેલાઓની ઓળખ કરીને તેમનો મૃતદેહ તેમના સગાસંબંધીઓને સોંપશે. આ ઉપરાંત પોલીસ ટ્રક ડ્રાઇવર નશામાં હતો કે નહીં તેની પણ ચકાસણી કરશે.