(એ.આર.એલ),વડોદરા,તા.૩
વડોદરા-હાલોલ રોડ પર જરોદ ગામ પાસે પાંચ વાહન વચ્ચે ગમખ્વાર અકસ્માત થતાં બે વ્યÂક્તનાં ઘટનાસ્થળે મોત નીપજ્યાં છે. મૃતક બંને દંપતી હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતના કારણે રોડ પર ટ્રાફિકજામ થઈ ગયો છે. હાલ હાલોલ – વડોદરા ટોલ માર્ગ બંધ કરી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. ૨ માણસો ફસાયા હોવાનું જાણવા મળ્યું છે્. ફાયર વિભાગ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી રહી છે.હાલમાં ત્રણ જેટલા વ્યÂક્તઓ ઈજાગ્રસ્ત છે. તેઓને સારવાર અર્થે સીએચસી સેન્ટર જરોદ ખાતે ખસેડવામાં આવ્યા છે. ત્રણથી ચાર કિલોમીટરનો હાલમાં ટ્રાફિકજામ છે. કિયા ગાડીની એરબેગ ખુલી જતાં ૬ લોકોનો આબાદ બચાવ થયો છે. બે લોડિંગ ટ્રકો સામાન ભરેલી વચ્ચે ટક્કર થતા બંને ટ્રકો પલટી ખાઈને પડતા ત્રણ વાહનો દબાયા છે. ઓટો રિક્ષા, ઇકો કાર અને કિયા કાર દબાઈ ગઈ છે. જેમાં ઇકો કારના ચાલકનું મોત થયું છે. તેમજ કારોનો કચ્ચરઘાણ વળી ગયો છે.