વિજપડી ખાતે લોહાણા મહાજન વાડીમાં માધવ સેવા ટ્રસ્ટ દ્વારા રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટના સહયોગથી ૧૧૯મો નેત્ર નિદાન કેમ્પ સફળતાપૂર્વક યોજાયો હતો. આ કેમ્પનું ઉદ્‌ઘાટન રાજકોટના નિષ્ણાંત ડોક્ટર અને તેમની ટીમ તેમજ માધવ સેવાના સભ્યો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું હતું. કેમ્પ દરમિયાન કુલ ૧૧૧ દર્દીઓની આંખની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી ૪૦ દર્દીઓને મોતિયો હોવાનું માલુમ પડ્‌યું હતું. આ તમામ ૪૦ દર્દીઓને નિઃશુલ્ક મોતિયાના ઓપરેશન માટે ખાસ વાહન દ્વારા રણછોડદાસજી હોસ્પિટલ, રાજકોટ લઈ જવામાં આવ્યા હતા. માધવ સેવા ટ્રસ્ટ દ્વારા કેમ્પમાં આવતા તમામ દર્દીઓ માટે ચા-પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી, તેમજ મોતિયાના ઓપરેશન માટે ગયેલા દર્દીઓ માટે બપોરના ભોજનની વ્યવસ્થા પણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે વિજપડી ગામના વેપારીઓ, આગેવાનો અને બહારગામથી આવેલા મહેમાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.