ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની અટકળો વચ્ચે, ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પ્રેમાનંદ મહારાજને ત્યાં પહોચ્યો હતા. કોહલીની સાથે તેની પત્ની અનુષ્કા શર્મા અને બંને બાળકો વામિકા-અહાન પણ જોવા મળ્યા હતા. કોહલીનો આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તાજેતરમાં પૂરી થયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં વિરાટ કોહલીનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું ન હતું.
ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની અટકળો વચ્ચે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ પ્રેમાનંદ મહારાજનું શરણે ગયો હતો. કોહલીની સાથે તેની પત્ની અનુષ્કા શર્મા અને બંને બાળકો વામિકા-અહાન પણ જાવા મળ્યા હતા. કોહલીનો આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તાજેતરમાં પૂરી થયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં વિરાટ કોહલીનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું ન હતું. આવી સ્થિતિમાં એવી અટકળોએ જોર પકડ્યું છે કે કોહલી ટેસ્ટમાંથી નિવૃત્તિ જાહેર કરી શકે છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે સૌથી પહેલા વિરાટ અને અનુષ્કાએ પ્રેમાનંદ મહારાજને પ્રણામ કર્યા. આ પછી મહારાજે બંનેની સુખાકારી પૂછી. અનુષ્કાએ મહારાજને કહ્યું, છેલ્લી વાર જ્યારે અમે આવ્યા ત્યારે મારા મનમાં કેટલાક પ્રશ્નો હતા. મેં વિચાર્યું કે હું પૂછીશ, પરંતુ બેઠેલા બધા લોકોએ તે પ્રશ્નો પૂછ્યા. મહારાજે કહ્યું કે આપણે આધ્યાત્મીક સાધના દ્વારા લોકોને સુખ આપી રહ્યા છીએ અને તેઓ એક રમત દ્વારા સમગ્ર દેશને સુખ આપી રહ્યા છે.
તાજેતરમાં પૂર્ણ થયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ૨૦૨૪-૨૫માં વિરાટ કોહલીનું બેટ શાંત રહ્યું હતું. તેણે ૫ મેચની ૯ ઇનિંગ્સમાં માત્ર રવિયા ૧૯૦ રન બનાવ્યા હતા. જેમાં એક સદીનો પણ સમાવેશ થાય છે. આવી સ્થિતિમાં વિરાટ કોહલીની ઘણી ટીકા થઈ રહી છે.