(એ.આર.એલ),ન્યુયોર્ક,તા.૩૦
દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં દરેક જગ્યાએ દિવાળીનો ઉત્સાહ જાવા મળી રહ્યો છે. હાલમાં જ અમેરિકાથી એક વીડિયો સામે આવ્યો છે, જેમાં અહીંની સૌથી ઊંચી ઈમારત ‘વન વર્લ્ડ ટ્રેડ સેન્ટર’ રંગબેરંગી લાઈટોથી ઝગમગતી જાવા મળી રહી છે. આ દ્રશ્ય ખૂબ જ ખાસ હતું, કારણ કે આ વર્ષે દિવાળી ન્યૂયોર્ક માટે ઐતિહાસિક બની ગઈ છે.
ન્યૂયોર્ક સિટીના મેયરના ડેપ્યુટી કમિશનર ફોર ઇન્ટરનેશનલ અફેર્સ દિલીપ ચૌહાણે જણાવ્યું હતું કે, ‘આ વર્ષે દિવાળી ખાસ છે. ન્યૂયોર્ક સિટીના ઈતિહાસમાં પહેલીવાર દિવાળીના અવસર પર ૧ નવેમ્બરે શાળાઓ બંધ રહેશે. રંગબેરંગી રોશનીથી પ્રકાશિત ‘વન વર્લ્ડ ટ્રેડ સેન્ટર’ જાવું એ દિવાળીના વધતા મહત્વને પ્રતિબિંબિત કરે છે, જે અંધકાર પર પ્રકાશની જીત અને અનિષ્ટ પર સારાનું પ્રતીક છે. દિવાળી હવે અમેરિકામાં ખુલ્લેઆમ ઉજવવામાં આવી રહી છે. આવી ઘટનાઓ વિવિધતા અને સાંસ્કૃતિક સમૃદ્ધિને સ્વીકારવાની નિશાની છે. ખાસ કરીને દક્ષિણ એશિયાઈ સમુદાય માટે આ એક ખાસ ક્ષણ છે, જેઓ આ તહેવાર દ્વારા અમેરિકામાં તેમના સાંસ્કૃતિક વારસાને ગર્વથી ઉજવી રહ્યા છે.
આ પહેલા સોમવારે (૨૮ નવેમ્બર) વ્હાઇટ હાઉસમાં દિવાળીનો કાર્યક્રમ યોજાયો હતો. વ્હાઇટ હાઉસમાં દિવાળીના કાર્યક્રમ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જા બિડેને પણ મહેમાનોને સંબોધિત કર્યા હતા. આ કાર્યક્રમમાં ૬૦૦ થી વધુ પ્રતિષ્ઠિત ભારતીય-અમેરિકનોએ ભાગ લીધો હતો.
ભારતીય-અમેરિકન ધારાશાઓ, અધિકારીઓ અને કોર્પોરેટ અક્ઝીકુટીવ્સને સંબોધતા અમેરિકી રાષ્ટÙપતિએ કહ્યું હતું કે, ‘રાષ્ટÙપતિ તરીકે મને વ્હાઇટ હાઉસમાં અત્યાર સુધીનું સૌથી મોટું દિવાળી રિસેપ્શન યોજવાનું સન્માન મળ્યું છે. તે મારા માટે ઘણો અર્થ છે. સેનેટર, વાઇસ પ્રેસિડેન્ટ અને પ્રેસિડેન્ટ તરીકે, દક્ષિણ એશિયન અમેરિકનો મારા સ્ટાફના મહત્વપૂર્ણ સભ્યો રહ્યા છે.